હિમતનગર

હિંમતનગર નજીક જવાનગઢ પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત: 6ના મોત, 6 ઈજાગ્રસ્ત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક જવાનગઢ પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ મીની બસે કારને પાછળથી અડફેટે લેતા અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં છ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના કારણે વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

હિંમતનગરના જવાનગઢ પાસે થયેલ ગમખ્વાર અકસ્માત મામલે જિલ્લા વહીવટી તંત્રએ સ્થળ મુલાકાત લઈ પીડિત પરિવારોને સાંત્વના પાઠવી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જવાનગઢ ગામ પાસે હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર આજે (29-04-2026) એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. એક ઈકો ગાડી (નંબર GJ 31 R 8240) અને ડબલ ડેકર લક્ઝરીને (MP- 44- ZE – 3358) નડેલા આ અકસ્માતમાં કુલ ૬ વ્યક્તિઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય 8 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ઘટનાની જાણ થતા જ સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઉચ્ચ અધિકારીઓએ અકસ્માતની સ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી તપાસના આદેશો આપ્યા હતા.

જિલ્લા કલેક્ટર શ્રી અને એસ.પી. શ્રીએ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે મૃતકોના પરિવારો અને ઈજાગ્રસ્તોના સ્વજનો સાથે મુલાકાત કરી હતી. આ કપરી ઘડીમાં વહીવટી તંત્ર પરિવારોની સાથે હોવાનું જણાવી તેમણે ઊંડી સંવેદના વ્યક્ત કરી સાંત્વના પાઠવી હતી. કલેક્ટરશ્રીએ ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને સૂચના આપી હતી અને ખાતરી આપી હતી કે વહીવટી તંત્ર દ્વારા પીડિતોને બનતી તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે. તેમજ ઇજાગ્રસ્તોની સારવાર માટે ડિઝાસ્ટર મામલતદાર અને સર્કલ ઓફિસરને સિવિલ હોસ્પિટલ ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ અકસ્માત હિંમતનગર તાલુકાના નવલપુર (ભા) ગ્રામ પંચાયતના પેટા પરા જવાનગઢ ગામના પાટીયા પાસે સર્જાયો હતો. અકસ્માતમાં ઈકો ગાડીમાં સવાર ૬ વ્યક્તિઓના મોત થયા હતા.

મૃતકોમાં (૧) સરલાબેન કાંતીભાઈ ભોઈ,
( ૨) મીનાબેન ભીખાભાઈ ભોઈ,
(૩) કાંતાબેન કાનજીભાઈ નિનામા,
(૪) શકરીબેન કમલેશભાઈ નાયક,
(૫) હેતલબેન મેહુલકુમાર નાયક અને (૬) આશિકિબેન કપિલભાઈ નાયકનો સમાવેશ થાય છે. મૃતકોના પી.એમ ગાંભોઇ સી.એચ.સી. ખાતે કરી મૃતકોના પાર્થિવ શરીર પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.અન્ય ૮ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
(૧) કામિનીબેન પટેલ, (૨) કંચનબેન નાયક, (૩) નીતાબેન ભોઈ, (૪) રેખાબેન ગોસ્વામી (૫) અનિલકુમાર રાવળ હિંમતનગર સિવિલ ખાતે સારવાર લઈ રહ્યા છે. જ્યારે (૬) મીતાબેન પ્રજાપતિ ઈમરજન્સી સારવાર લીધા બાદ અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. (૭) મીનાક્ષીબેન નાયક (૮)અંજુબેન નાયકને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા.સ્થાનિક ગાંભોઈ પોલીસ સ્ટેશન દ્વારા પ્રાથમિક અહેવાલ તૈયાર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!