હિંમતનગર એસ.ટી. ડેપો ખાતે બે કર્મનિષ્ઠ ડ્રાયવરોનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

હિંમતનગર એસ.ટી. ડેપો ખાતે લાંબા સમય સુધી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી વયનિવૃત્ત થતા બે ડ્રાયવરોનો વિદાય સમારંભ ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો. ડેપોના ડ્રાયવર શ્રી જગતસિંહ એ. સોલંકી તેમજ ડ્રાયવર શ્રી ભગવાનભાઈ રબારી સેવા નિવૃત્ત થતાં વિભાગના કર્મચારીઓ અને અગ્રણીઓ દ્વારા તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
આ પ્રસંગે યોજાયેલા ભવ્ય વિદાય સમારંભમાં વિસ્તારના માજી ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા સાહેબ, નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડીયા, નગરપાલિકા ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ તેમજ વિભાગીય નિયામક શ્રી કે.સી. બારોટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત બી.એમ.એસ. યુનિયનના પ્રમુખ રામજીભાઈ એલ. દેસાઈ, મહામંત્રી નાગેન્દ્રસિંહ ઝાલા, ડા. પ્રમુખ અશોકભાઈ જી. રાવલ અને ડે.મે.શ્રી હર્ષદભાઈ પટેલના ગરિમામય સાનિધ્યમાં આ સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને ડેપોના મોટી સંખ્યામાં હાજર રહેલા સાથી કર્મચારીઓએ નિવૃત્ત થતા બંને કર્મચારીઓની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવી હતી અને પુષ્પગુચ્છ તથા ફૂલહાર પહેરાવી તેમના આગામી નિવૃત્ત જીવન માટે સુખ, શાંતિ અને દીર્ઘાયુની શુભેચ્છાઓ પાઠવી હતી.




