હિમતનગર

પ્રોહિબિશનના ગુનામાં બે વર્ષથી નાસતો-ફરતો રીઢો ગુનેગાર બી-ડિવિઝન પોલીસના હથ્થે ઝડપાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી-ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા એક આરોપીને બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) તથા સાબરકાંઠા-હિંમતનગરના પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ (IPS) નાઓ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે આપેલ સૂચના અન્વયે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારીશ્રી એ. કે. પટેલના માર્ગદર્શન હેઠળ બી-ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ડી. એન. વસાવા તથા સર્વેલન્સ સ્કવોડના ઇન્ચાર્જ પી.એસ.આઈ. એ. પી. માળી અને ટીમ તપાસમાં કાર્યરત હતી.

દરમિયાન, અ.હે.કો. રાકેશકુમાર વિનુભાઈ તથા આ.લો.ર. અભિષેકકુમાર મહીજીભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતો-ફરતો આરોપી મહેશ પ્રકાશ સેવક (રહે. ખેડા, તા. આસપુર, જી. ડુંગરપુર, રાજસ્થાન) હિંમતનગર બસ સ્ટેન્ડ આગળ રોડ પર બસની રાહ જોઈને ઊભો છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડી આરોપીને સ્થળ પરથી પકડી પાડ્યો હતો.

અગાઉ પાંચ ગુનાઓમાં પણ સંડોવાયેલો છે આરોપી: પકડાયેલ આરોપી મહેશ સેવક વિરુદ્ધ અગાઉ મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશનમાં ૨ ગુના, અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન અને શામળાજી પોલીસ સ્ટેશનમાં ૧-૧ ગુનો તથા ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ સ્ટેશનમાં ૧ ગુનો મળી કુલ ૫ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે.

કામગીરી કરનાર ટીમ: આ સફળ કામગીરીમાં પી.એસ.આઈ. એ. પી. માળી, અ.હે.કો. રાકેશકુમાર વિનુભાઇ, અ.પો.કો. હિતેશકુમાર રમણભાઇ, અ.પો.કો. ધરમવીરસિંહ દિલીપસિંહ, આ.લો.ર. અભિષેકકુમાર મહીજીભાઇ તથા આ.પો.કો. આશિષકુમાર કાન્તીભાઇ જોડાણા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!