હિમતનગર

હિંમતનગર ખાતે માર્ગ અને પુલ વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

હિંમતનગર મુકામે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વર્ષ. 2012થી અત્યાર સુધીના જનકલ્યાણકારી વિકાસ કાર્યોની માહિતી અને સમીક્ષા અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ પ્રસંગે શ્રી રુચિર ધ્રુવ, કાર્યપાલક ઈજનેર (માર્ગ અને મકાન વિભાગ-સ્ટેટ) તથા શ્રી હેમંત પરમાર, નાયબ કાર્યપાલક ઈજનેર (સ્ટેટ)ની કચેરીની મુલાકાત લઈ વિસ્તારના પ્રજાજનોની સુખાકારી, સુરક્ષા અને કનેક્ટિવિટી વધારવા માટે વિભાગ હસ્તક ચાલી રહેલા વિવિધ માર્ગ અને પુલ સંબંધિત વિકાસ કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.બેઠક દરમિયાન નીચેના મહત્વપૂર્ણ પ્રકલ્પોની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી ચર્ચા કરવામાં આવી હતી:

જેમાં મુખ્યત્વે:
● અંબાજી રોડ ઉપરના રેલવે ફાટક ઓવરબ્રિજ
એન.જી. સર્કલથી હાથમતી બ્રિજ થઈ નવા તરફ જતાં માર્ગની કામગીરી
● ખેડ-તસિયા રોડ અને ઇલોલ-દાવડ-દેશોતર રોડ
● નિકોડા-સોનાસન રોડ અને ગાંભોઈ-ભિલોડા રોડ
●રૂપાલ-રાયગઢ રોડ તેમજ હાપા-તાજપુરી રોડ સહિતના મહત્વપૂર્ણ પ્રકલ્પોની પ્રગતિ અંગે
ચર્ચા દરમિયાન પ્રજાજનોને વધુ સારી, સુરક્ષિત અને સુવિધાસભર માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ થાય તેમજ ચાલુ વિકાસ કાર્યો ગુણવત્તાપૂર્વક અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સંબંધિત અધિકારીઓએ તમામ કામગીરી ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સાથે શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે માર્ગ, પુલ અને પરિવહન સુવિધાઓના આધુનિકીકરણને મહત્વપૂર્ણ ગણાવતા જણાવાયું કે આવા વિકાસ કાર્યો વિસ્તારના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસને નવી ગતિ આપશે.
‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્ર સાથે વિકાસયાત્રા સતત આગળ વધી રહી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!