હિમતનગર

ટીપી રોડ પર નગરપાલિકાની મોટી કાર્યવાહી, દબાણો દૂર કરાયા

હિંમતનગર નગરપાલિકા દ્વારા ટીપી રોડ પર આવેલા દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગણપતિ મંદિર વિસ્તારથી શરૂ કરાયેલી આ કામગીરી ઉમિયા સોસાયટીથી લઈ શાંતિ પાર્ક સુધી કરવામાં આવી હતી. અગાઉ નોટિસ આપવામાં આવ્યા બાદ આજે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

નગરપાલિકાની ટીમ દ્વારા કમ્પાઉન્ડ વોલ, પગથિયાં, પતરાના છેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઉમિયા સોસાયટીથી શાંતિ પાર્ક સુધી આશરે ૯ મીટર પહોળાઈ અને અંદાજિત ૫૦૦ મીટર વિસ્તાર દબાણમુક્ત કરવામાં આવ્યો હતો. ટીપી રોડમાં આવતા કેટલાક મકાનોના ભાગો પણ તોડી પાડવામાં આવ્યા હતા.

નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રોડ વિકાસ અને ટ્રાફિક સુવિધાને ધ્યાનમાં રાખીને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું નગરપાલિકાએ જણાવ્યું હતું. નગરપાલિકાની આ કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!