હિમતનગર

વિરપુર બાયપાસ પર બાઈક સ્લીપ થતા યુવકનું કરુણ મોત

વિરપુર બાયપાસ પર

હિંમતનગર બાયપાસ રોડ પર આવેલા વિરપુર નજીક રવિવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક સ્લીપ થતાં યુવકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના વાવડી ગામના રહેવાસી રાહુલ કાંતિભાઈ ચમાર પોતાની સાસરી અંકાલા ગામે કંકોત્રી વહેંચવા ગયા હતા અને ત્યાંથી કામ પૂર્ણ કરી બાઈક નં. GJ-09-CR-5145 લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન વિરપુર બાયપાસ નજીક પહોંચતા અચાનક બાઈક પરનો કાબુ ગુમાવતા તેઓ ધડાકાભેર રોડ પર પટકાયા હતા.

અકસ્મતમાં ગંભીર ઇજા થતા રાહુલનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ઘટનાને લઈને મૃતકના પિતા કાંતિભાઈ પૂંજાભાઈ ચમારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!