હિમતનગર

ગાંભોઈ પોલીસે પ્રોહીબિશનના ગુનામાં ૩ માસથી નાસતા ફરતા બે સગા ભાઈઓને ઝડપી પાડ્યા

સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા બે આરોપીઓને ગાંભોઈ પોલીસની ટીમે બાતમીના આધારે ગાંભોઈ ત્રણ રસ્તા બ્રિજ નીચેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગાંધીનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્ર યાદવ તથા સાબરકાંઠા-હિંમતનગર પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ નાઓ દ્વારા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કડક સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત હિંમતનગર ડીવીઝનના વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ગાંભોઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. ચૌધરીએ પોલીસ ટીમને ખાસ બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરી તપાસ હાથ ધરવા સૂચના આપી હતી.દરમિયાન, એ.એસ.આઈ. કાળુભાઈ દેવાભાઈ તથા આ.પો.કો. સુરેશકુમાર અંબાલાલને ચોક્કસ બાતમી મળી હતી કે ગાંભોઈ પો.સ્ટે. સી પાર્ટ નં. ૧૧૨૦૯૦૧૪૨૬૦૫૧૭/૨૦૨૬ પ્રોહી. કલમ-૬૫ (એ,એ) મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ ગાંભોઈ ત્રણ રસ્તા બ્રિજ નીચે ઉભા છે.બાતમીના આધારે ગાંભોઈ પોલીસની ટીમે તુરંત દરોડો પાડી નીચે મુજબના બંને આરોપીઓને સ્થળ પરથી ઝડપી લીધા હતા: ૧. કુલદિપકુમાર કાંતિભાઈ ભગોરા (ઉં.વ. ૨૫) ૨. નિલેષકુમાર કાંતિભાઈ ભગોરા (ઉં.વ. ૨૬) (બંને રહે. ધોલવાણી, તા. ભિલોડા, જી. અરવલ્લી)

સફળ કામગીરી કરનાર પોલીસ ટીમ: આ સફળ કામગીરીમાં ગાંભોઈ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. કાળુભાઈ દેવાભાઈ (બ.નં. ૯૪૫), આ.પો.કો. સુરેશકુમાર અંબાલાલ (બ.નં. ૧૦૨૩), અ.પો.કો. ઈન્દ્રરાજસિંહ દિલીપસિંહ (બ.નં. ૨૮૧) તથા અ.પો.કો. મહિપાલસિંહ ચંદુસિંહ (બ.નં. ૯૪૧) જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!