હિંમતનગરના કેનાલ ફ્રન્ટ ખાતે નગરપાલિકા દ્વારા ત્રી દિવસીય સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું સફળ આયોજન કરાયું
ફૂડ ફેસ્ટિવલમાં અંદાજે ૨૭ જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર નગરપાલિકા દ્વારા આયોજિત ત્રી દિવસીય સાત્વિક ફૂડ ફેસ્ટિવલ યોજાયો હતો. આ ફૂડ ફેસ્ટિવલમાં શહેરના નાગરિકો ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા લોકોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આજે અંતિમ દિવસે વિવિધ પ્રકારની સાત્વિક વાનગીઓનો રસાસ્વાદ લઈ લોકોએ ફેસ્ટિવલનો ભરપૂર આનંદ માણ્યો હતો.હિંમતનગરના કેનાલ ફ્રન્ટ ખાતે નગરપાલિકા દ્વારા ત્રી દિવસીય સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી નિયમિત રીતે સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ફેસ્ટિવલમાં અંદાજે ૨૭ જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા હતા, જેમાં ઝેરમુક્ત અને પ્રાકૃતિક ખેત પેદાશો સહિત વિવિધ સાત્વિક વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સાત્વિક ફૂડ આધારિત થીમ આકર્ષણો, લાઈવ મ્યુઝિક તેમજ બાળકો માટેની રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ફેસ્ટિવલના અંતિમ દિવસે પણ શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને ફૂડ ફેસ્ટિવલનો ભરપૂર આનંદ માણ્યો હતો.




