હિમતનગર

હિંમતનગરના જ્વેલર્સમાંથી દાગીના ખરીદવા ગયેલ મહિલાની પ્રાઈવેસીનો ભંગ કરનારની જામીન અરજી નામંજૂર

જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક જ્વેલર્સમાં નોકરી કરતા શખ્સે દાગીના ખરીદવા આવેલ મહિલાની વિગતો મેળવવા માટે ફિડબેક લેવાના આશયથી ફોર્મ ભરાવ્યું હતુ. ત્યારબાદ જ્વેલર્સના આ કર્મચારીએ મહિલા ગ્રાહકની પ્રાઈવેસીનો ભંગ કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરીને સબંધ રાખવા સતત દબાણ કર્યું હતુ. જેથી ભોગ બનનારના વાલીએ પરપ્રાંતિય શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ પરપ્રાંતિય જેલમાંથી છુટકારો મેળવવા માટે હિંમતનગરની કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી.પરંતુ પોક્સો કોર્ટના ન્યાયાધીશે તેની જામીન અરજી નામંજૂર કરી છે.
આ અંગે એડવોકેટ જે.એસ.જેતાવતના જણાવાયા મુજબ થોડાક સમય અગાઉ હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કલ્યાણ જ્વેલર્સમાં નોકરી કરતાં સાકીર સરદાર મોહમદ શેખ(રહે. સરાડા, જિ.ઉદેપુર) એ દાગીના ખરીદવા આવેલ મહિલા પાસેથી ફિડબેક મેળવવાના આશયથી ફોર્મમાં તેણીની વિગતો ભરાવી દીધી હતી. ત્યારબાદ સાકીર શેખે મહિલાની પ્રાઈવેસીનો ભંગ કરી આ મહિલાને અવારનવાર મેસેજ કરીને તથા રૂબરૂ પીછો કરી સબંધ રાખવા સતત દબાણ કરવામાં આવતું હતુ. જેથી કંટાળીને મહિલાના પરિવારજનોએ સાકીર શેખ વિરૂધ્ધ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવ્યા બાદ પોલીસે સાકીર શેેખની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો હતો.
ત્યારબાદ સાકીર શેખે પોતાના વકિલ મારફતે હિંમતનગરની સ્પેશિયલ પોકસો કોર્ટના ન્યાયાધીશ વિરલ પટેલની કોર્ટમાં જામીન અરજી કરી હતી. પરંતુ ન્યાયાધીશે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ સુનાવણી દરમ્યાન તેની જામીન અરજી નામંજૂર કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!