Uncategorized

વડાલીના નવાનગર ત્રણ રસ્તા નજીકથી સાબરકાંઠા અને મહેસાણા માં બાઈક ચોરી કરતા ગાજીપુરના બે યુવાનો પકડાયા

વડાલી પોલીસે રૂા. ૩.૮૩ લાખના ૮ બાઈક કબજે લીધા

જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા શખ્સો બાઈકની ચોરીઓ કરતા હોવાની ફરીયાદ તત્કાલિન સમયે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોધાઈ ચૂકી છે ત્યારે બે દિવસ અગાઉ સાબરકાંઠાના વડાલી પોલીસે ધરોઈ રોડ પર આવેલ નવાનગર ત્રણ રસ્તે વાહન ચેકિંગ દરમિયાન ડોભાડા તરફથી આવી રહેલ બે બાઈક સવારને ઝડપી તેની કડક પુછપરછ કરતાં વડાલી તાલુકાના ગાજીપુર ગામના બે યુવાનોને ઝડપી લઈને તેમને સંતાડી રાખેલ અંદાજે રૂા. ૩.૮૩ લાખના આઠ બાઈક કબજે લઈ તેમની વિરૂધ્ધ બુધવારે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાઈ હતી.
આ અંગે વડાલીના પી.આઈ ડી.આર.પઢેરીયા તથા પી.એસ.આઈ કે.એલ. જાડેજા અને તેમની ટીમના જણાવાયા મુજબ બે દિવસ અગાઉ તેમનો સ્ટાફ પોલીસ સ્ટેશનની હદમાં ફરજ બજાવી રહ્યો હતો ત્યારે એવી બાતમી મળી હતી કે ડોભાડા તરફથી એક નંબર વગરના બાઈક પર બે શખ્સો વડાલી તરફ આવી રહ્યા છે જે આધારે પોલીસે તેમને બાઈક સાથે અટકાવી નંબર વગરના બાઈકના દસ્તાવેજી પુરાવા રજૂ કરવા માટે કહ્યું હતુ પરંતુ બાઈક પર આવી રહેલા અને વડાલી તાલુકાના ગાજીપુર ગામના કિરપાલસિંહ ગઢીયા અને અજીતસિંહ ગઢીયાએ બાઈકના કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા પોલીસે બાઈક કબજે લીધું હતુ.
ત્યારબાદ આ બંનેની કડક પુછપરછ કરતા તેમણે છેલ્લા એક વર્ષ દરમ્યાન સા.કાંના વડાલી,જાદર,ઈડર અને મહેસાણાના વડનગર પોલીસ સ્ટેશનની હદમાંથી ૮બાઈકની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. બંને જણાએ સા.કાં જિલ્લાના જાદર, વડાલી, ઈડર અને મહેસાણાના વડનગર પોલીસ સ્ટેશનની હદમાંથી બાઈકની ચોરી કર્યાની કબૂલાત કર્યા બાદ વડાલી પોલીસે તેમને સાથે રાખી ચોરી કરાયેલ અંદાજે રૂા. ૩.૮૩ લાખના ૮ બાઈક કબજે લઈ લીધા હતા. અને પકડાયેલા બંને વિરૂધ્ધ બુધવારે વડાલી પોલીસ સ્ટેશનમાં વાહનચોરી સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!