Uncategorized

કસ્બા પ્રીમિયર લીગ (KPL) ફાઈનલમાં ઉસ્તાદ ઈલેવનનો ભવ્ય વિજય

ઇડર, પ્રતિનિધિ:
ઇડરના મોટા કસ્બા ખાતે કસ્બા જમાત દ્વારા આયોજિત કસ્બા પ્રીમિયર લીગ (KPL) ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ઉસ્તાદ ઈલેવને શાનદાર પ્રદર્શન કરીને ઐયાસ ઈલેવનને હરાવી ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

ફાઈનલ મુકાબલામાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ઐયાસ ઈલેવને નિર્ધારિત ઓવરોમાં 127 રનનો પડકારજનક સ્કોર ઉભો કર્યો હતો. તેના જવાબમાં ઉસ્તાદ ઈલેવને આક્રમક બેટિંગ કરતાં માત્ર 9.3 ઓવરમાં 128 રન બનાવી લક્ષ્યાંક હાંસલ કરી ભવ્ય વિજય મેળવ્યો હતો.

મેચ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ઈરજાન નાયકને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.

આ રોમાંચક ફાઈનલ મેચ નિહાળવા મોટી સંખ્યામાં સ્પોન્સરો, ક્રિકેટપ્રેમીઓ, સમાજના આગેવાનો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. મેચના અંતે ખેલદિલી અને સૌહાર્દના સુંદર દૃશ્યો જોવા મળ્યા હતા, જેને ઉપસ્થિત સૌએ વધાવી લીધા હતા.

સમાજ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, ભાઈચારો અને યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધારવાનો હતો. ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ પ્રસંગે વિજેતા અને રનર્સ-અપ ટીમોને રોકડ ઇનામો તથા ટ્રોફી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવી હતી.

સાબર રીપોર્ટર ન્યૂઝપેપર
સમાચાર કોઈપણ કિંમત પર
તંત્રી : બાદશાહ પઠાણ | મો. 9898693985

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!