ઇડર

ઇડર તાલુકાનાં ગાંઠીયોલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

ધારાસભ્ય રમણલાલ વોરાના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ઇડર, તા. ૫ જૂન: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઇડર તાલુકાના ગાંઠીયોલ ગામ ખાતે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત સ્થાનિક આગેવાનો, અધિકારીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ઇડરના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે પર્યાવરણનું સંતુલન જાળવવા માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને તેનું જતન અત્યંત જરૂરી છે.

આ પ્રસંગે લોકોને વૃક્ષોની જાળવણી, સંવર્ધન અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. વૃક્ષો માત્ર ઓક્સિજનનો સ્ત્રોત જ નહીં પરંતુ આગામી પેઢી માટે સ્વચ્છ અને હરિયાળું ભવિષ્ય નિર્માણ કરવાનું મહત્વપૂર્ણ સાધન હોવાનું જણાવાયું હતું.

સાબર રીપોર્ટર ન્યૂઝપેપર
સમાચાર કોઈપણ કિંમત પર
તંત્રી : બાદશાહ પઠાણ | મો. 9898693985

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!