ઇડર

ઇડર શહેરમાં મહમદ અરહાન પવિત્ર રમઝાન માસમાં રોજા રાખી ઈબાદત કરી રહ્યા છે

ઇડર તાલુકાના ગંભીરપુરા વિસ્તારમાં રહેતા મોહમ્મદ અરહાન રિયાઝખાન પઠાણે પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજા રાખી ધાર્મિક લાગણી અને ઇબાદત પ્રત્યેનો ઉત્સાહ દર્શાવ્યો છે. નાના વયે રોજો રાખતા અરહાનને પરિવારજનો દ્વારા અભિનંદન પાઠવાયા હતા.પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ સમાજના લોકો રોજા રાખી નમાઝ અને ઇબાદત દ્વારા ખુદાની બંદગી કરી રહ્યા છે. ત્યારે બાળકોમાં પણ ધાર્મિક સંસ્કારો પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.બાળકોમાં પણ રમઝાન માસની ઉજવણીનો ઉમંગ જોવા મળી રહ્યો છે. બાળકો પણ રોજા રાખી ખુદાની ઇબાદત કરી રહ્યા છે. નાના વયે રોજો રાખતા બાળકને પરિવારજનો અને સમાજજનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. રમઝાન માસ દરમિયાન નાનાં બાળકોમાં પણ ધાર્મિક લાગણી અને ઇબાદત પ્રત્યેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!