લાઇફ સ્ટાઇલ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ફુદેડા ગામે 100 વૃક્ષોનું વાવેતર

વડાલી, તા. 5 જૂન: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ, સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ વિસ્તરણ રેન્જ વડાલી દ્વારા ફુદેડા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ જે. પટેલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો, તાલુકા પંચાયતના સભ્યો, ભાજપના આગેવાનો, પરીક્ષેત્ર વન અધિકારીશ્રી તથા વન વિભાગના સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કુલ 100 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથે જ વાવેલા વૃક્ષોના સંરક્ષણ અને જતન માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. ગ્રામજનોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને પર્યાવરણ જાળવવા અપીલ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગામના આગેવાનો, સ્થાનિક નાગરિકો અને વિવિધ વિભાગોના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દ્વારા હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ માટે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સાબર રીપોર્ટર ન્યૂઝપેપર
સમાચાર કોઈપણ કિંમત પર
તંત્રી : બાદશાહ પઠાણ | મો. 9898693985

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!