ટોપ સ્ટોરીઝ

પોશીના તાલુકાના દોતડ ગામે CC રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો માત્ર બે મહિનામાં જ રોડ ભંગાર હાલતમાં ફેરવાતા ગ્રામજનોમાં રોષ

પોશીના તાલુકાના દોતડ ગામે CC રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો

માત્ર બે મહિનામાં જ રોડ ભંગાર હાલતમાં ફેરવાતા ગ્રામજનોમાં રોષ

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દોતડ ગામના ભોણોત ફળિયામાં તાજેતરમાં બનાવવામાં આવેલા સિમેન્ટ કોંક્રિટ (CC) રોડની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો રોડ માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં જ તૂટવા લાગ્યો છે અને અનેક જગ્યાએ સિમેન્ટનું પડ ઉખડી જતાં રોડ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યો છે.

સ્થળ પર જોવા મળતી સ્થિતિ મુજબ રોડના અનેક ભાગોમાં ઉપરનું કોંક્રિટનું સ્તર ખસી ગયું છે, જેના કારણે અંદરનો માટી અને કપચીનો ભાગ બહાર દેખાઈ રહ્યો છે. રોડની સપાટી પર તિરાડો અને ખાડા પડતાં કામની ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે રોડના બાંધકામ દરમિયાન ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને કામગીરીમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી છે.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે વિકાસના નામે ખર્ચ કરવામાં આવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થયો નથી. રોડનું કામ પૂર્ણ થયાને હજુ બે મહિના જેટલો જ સમય થયો હોવા છતાં રોડની હાલત અત્યંત ખરાબ બનતા સરકારી નાણાંના દુરુપયોગની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી તેમજ સંબંધિત વિભાગ દ્વારા સ્થળ તપાસ કરાવી જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ રોડના કામની ટેકનિકલ તપાસ કરાવી ફરીથી ગુણવત્તાસભર રોડ બનાવવાની પણ માંગ ઉઠી છે.દોતડ ગામના ભોણોત ફળિયામાં બનેલા આ રોડની હાલત હાલમાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. હવે તંત્ર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર ગ્રામજનોની નજર મંડાયેલી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!