ટોપ સ્ટોરીઝ

સાબરકાંઠાના બાબસર ગામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ઘરવખરીને ભારે નુકસાન

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના બાબસર ગામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. બાબસર ગામના જ્યંતિભાઈ રામાભાઈના ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ લાગી હતી.

ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ભારે અવાજ સંભળાતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા વડાલી નગરપાલિકાની ફાયર ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયર ટીમ સાથે ૧૧૨ પોલીસ જવાનોએ પણ આગ બુઝાવવાના પ્રયાસોમાં સહકાર આપ્યો હતો. બ્લાસ્ટના કારણે ઘર તેમજ ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. પતરાનું કાચું મકાન પણ ભારે નુકસાનગ્રસ્ત બન્યું હતું.

સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!