ટોપ સ્ટોરીઝ

એ.એસ.આઈ.રૂ.૭૦,૦૦૦ ની લાંચ લેતાં ઝડપાયો…એ.સી.બી. સફળ ટ્રેપ,

“વડદલા બીટ”ની ચેમ્બરમાં દહેજ પોલીસ સ્ટેશન, જી.ભરૂચ.કીરપાલસિંહ જગદીશભાઈ સોલંકી, અ.હે.કો,. વર્ગ-૩, દહેજ પોલીસ સ્ટેશન,જી.ભરૂચ હાલ રહે.બારાબોરી મંદીર પાસે, દહેજ, મુળ રહે.ગામ-સદલા તા.મુળી જી.સુરેન્દ્રનગર. ફરીયાદી પાસેથી આરોપીએ રૂ.૭૦,૦૦૦/-ની લાંચની માંગણી કરતા રકઝકના અંતે રૂ.૬૦,૦૦૦/-લાંચ સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યા

દહેજ ખાતેની ખાનગી કંપનીમાં બાંધકામનુ કામ ચાલતુ હતુ, ગઈ તા.૧૮/૦૧/૨૦૨૬ના રોજ ફરીયાદીશ્રીના મિત્રનો ફોન આવેલ અને જણાવેલ કે, “સ્ટાફના એક વ્યક્તિનુ હાર્ટ એટેક આવતા તેઓને સારવાર અર્થે જોલવા ગામમાં દવાખાનામાં લઈ ગયેલ હતા, જ્યા સારવાર દરમિયાન તેઓને મરણ જાહેર કરેલ હતા. જે અંગે દહેજ પોલીસ સ્ટેશન ખાતે અ.મોત દાખલ થયેલ જે અ.મોતની તપાસ આ કામના આરોપી કિરપાલસિંહનાઓ કરતા હતા. બાદ તેઓના પરીવારના સભ્યોને મરણના દાખલાની જરૂરત હોવાથી દહેજ ગ્રામ પંચાયતમાં જતા તલાટીએ અ.મોતની જાહેરાત તથા પી.એમ.નોટની કોપી માંગેલ હતી, જે લેવા માટે આ કામના આરોપી કિરપાલસિંહનો સંપર્ક કરતા તેઓએ અ.મોતની જાહેરાત તથા પી.એમ.નોટની કોપી આપવાના રૂ.૧,૦૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ હતી. જે અંગે રકઝક કરતા અંતે રૂ.૭૦,૦૦૦/-લેવાના નક્કી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદીશ્રીની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરતા ટ્રેપ દરમિયાન આ કામના ફરીયાદી પાસેથી આરોપીએ રૂ.૭૦,૦૦૦/-ની લાંચની માંગણી કરતા રકઝકના અંતે રૂ.૬૦,૦૦૦/-લાંચ સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યા

આ સફળ ટ્રેપ કરનાર ટ્રેપીંગ અધિકારી :- શ્રી એમ.જે.શિંદે. પો.ઈન્સ. એ.સી.બી. પો.સ્ટે. ભરૂચ તથા સ્ટાફ સુપર વિઝન અધિકારી :- શ્રી બી.એમ.પટેલ, ઈન્ચા.મદદનીશ નિયામકશ્રી, એ.સી.બી. વડોદરા એકમ ઈન્ચાર્જ અધિકારી:- શ્રી ભારતી પંડ્યા નાયબ નિયામકશ્રી, મુખ્ય મથક એ.સી.બી. અમદાવાદ કરવામાં આવેલ હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!