વહીવટીતંત્ર ની રહેમનજર હેઠળ પોશીના માં હોટલો-કેન્ટીન અને ચા ની લારીઓ પર ઘરવપરાશના (રહેણાક) ભારત ગેસના સિલિન્ડરોનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પુરવઠા વિભાગ તેને તાત્કાલિક જપ્ત કરી હોટલ કે રેસ્ટોરન્ટમાં ઘરેલું સિલિન્ડર તાત્કાલિક જપ્ત કરી ગેસ કનેક્શન કાયમી ધોરણે રદ કયારે કરશે ???

પ્રવાસી પ્રતિનિધિ દ્વારા
પોશીના ગામમાં ચાલતી હોટલો-કેન્ટીન અને ચા ની લારીઓ પર ઘરવપરાશના (રહેણાક) ભારત ગેસ સિલિન્ડરોનો કોમર્શિયલ ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘરવપરાશના (રહેણાક) ભારત ગેસ સિલિન્ડરોનો કોમર્શિયલ ઉપયોગ કરવો એ કાયદેસર ગુનો હોવા છતાં પોશીનામાં વહીવટીતંત્ર ની રહેમનજર હેઠળ નિષ્ક્રિય બની આ પ્રકારની પ્રવૃત્તિઓ પર કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી પરિણામે ખરેખર જરૂરિયાત વાળા ને ધરવપરાશનું ગેસ સિલિન્ડર મળતું નથી અને ઘરવપરાશના (રહેણાક) ભારત ગેસ સિલિન્ડરોનો નું ઉચાભાવે કાળાબજારી કરી વપરાશ કરવામાં આવતું હોય તેમ લાગી રહ્યું છે. છે ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી હેતુ (હોટલો) માટે ઉપયોગ કરવો એ કાયદેસર ગુનો છે અને તે સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોખમી છે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ, 1955: ઘરેલું ગેસનો વ્યવસાયિક ઉપયોગ આ કાયદા હેઠળ ગુનો બને છે, જેમાં 7 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.તેમજ જો તપાસ દરમિયાન જો હોટલ કે રેસ્ટોરન્ટમાં ઘરેલું સિલિન્ડર મળી આવે, તો પુરવઠા વિભાગ તેને તાત્કાલિક જપ્ત કરી શકે છે.તેમજ આ નિયમોનું ઉલ્લંઘન કરનારનું થઈ શકે છે અને તેના પર ભારે દંડ પણ ફટકારવામાં આવે છે.ગુજરાત રાજ્યના અનેક ભાગોમાં પુરવઠા વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તેમજ પુરવઠાતંત્ર દ્વારા કયારે દરોડા પાડી હોટલો-કેન્ટીન અને ચા ની લારીઓ પર ઘરવપરાશના (રહેણાક) ભારત ગેસ સિલિન્ડરોનો કોમર્શિયલ ઉપયોગ સત્વરે બંધ કરવામાં આવે તેમ લોકો ઈચ્છી રહ્યા છે.





