સાબરકાંઠા ભાજપમાં પદાધિકારીઓ માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ

સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિ સહિત વિવિધ મહત્વપૂર્ણ સમિતિઓના ચેરમેન પદ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ભાજપના નિમણૂક કરાયેલા નિરિક્ષકો દ્વારા જિલ્લા તેમજ તાલુકા સ્તરના સ્થાનિક સંગઠનના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુલાકાત લઈ તેમની અભિપ્રાય અને સેન્સ મેળવવામાં આવી હતી. આ પ્રક્રિયા અંતર્ગત હિંમતનગર નગરપાલિકા અને સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે પણ ખાસ કરીને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મળેલ સેન્સના આધારે સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે, જેને આગામી તબક્કે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ અંતિમ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.
પાર્ટી દ્વારા યોગ્ય અને કાર્યક્ષમ નેતૃત્વની પસંદગી થાય તે માટે આ પ્રક્રિયાને મહત્વ આપવામાં આવી રહ્યું છે, જેથી સ્થાનિક સ્તરે સંગઠન વધુ મજબૂત બને અને વિકાસકાર્યોને ગતિ મળે.





