હિમતનગર

હિંમતનગરમાં તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહજીનો જન્મદિવસ અનોખી સેવાભાવી રીતે ઉજવાયો

હિંમતનગર તાલુકાના વિકાસ અધિકારી શ્રી હાર્દિકસિંહજીનો જન્મદિવસ સામાજિક સેવા અને માનવતાની સુગંધ સાથે અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. મોતીપુરા વિસ્તારમાં આવેલી હરિનગર પ્રાથમિક શાળામાં આ પ્રસંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત શાળાના કુલ ૨૧૬ બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું, જેના કારણે બાળકોના ચહેરા પર ખુશીના કુમળા ફૂલો ખીલી ઊઠ્યા હતા. આ સેવાભાવી પહેલ દ્વારા શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધારવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
શાળાના આચાર્યશ્રી હરીશકુમાર પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. સ્ટાફ પરિવારના બિપીનભાઈ, રસ્કિનભાઈ, હમીદભાઈ, ગુંજનભાઈ, મીરાબેન, પ્રજ્ઞાબેન, સ્મિતાબેન અને રેશમાબેન સહિતના શિક્ષકમિત્રોએ ઉત્સાહભેર સહભાગિતા નોંધાવી હતી અને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ શ્રી હાર્દિકસિંહજીના સમાજલક્ષી કાર્ય અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવતા તેમના જન્મદિવસને સેવા, સંવેદના અને શિક્ષણ પ્રત્યેના સમર્પણનો ઉત્સવ ગણાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ છવાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!