હિમતનગર

હિંમતનગર બી ડિવિઝન પોલીસે એન.ડી.પી.એસ. કેસમાં દસ મહિના થી ફરાર આરોપી મોહન હમીરા ખેર (રહે. સૌંદરપ, તાલુકો કોટડા, જીલ્લો ઉદયપુર)ને ઝડપી પાડ્યો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા દસ મહિના થી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

નાયબ પોલીસ મહાન નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS), ગાંધીનગર વિભાગ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS)ના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ચૌધરી તથા સ્ટાફ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હતી.

તા. ૦૨/૦૫/૨૦૨૬ના રોજ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી કે એન.ડી.પી.એસ. કેસમાં ફરાર આરોપી મોહન હમીરા ખેર રહે. સૌંદરપ, તાલુકો કોટડા, જીલ્લો ઉદયપુર હાલ હિંમતનગર મેહતાપુરા વિસ્તારમાં આવેલ છે. મળેલી બાતમીના આધારે પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર નં. ૧૧૯૯૦૬૦૫૪૫૦૫૧/૨૦૨૬ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૨૦(બી), ૨૯ મુજબ નોંધાયેલ છે, જેમાં આરોપી છેલ્લા દસ મહિના થી નાસતો હતો.

➤ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:

(૧) આર.એસ. દેસાઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર
(૨) અ.હે.કો. રાકેશકુમાર વિનુભાઈ
(૩) અ.પો.કો. ધર્મવીરસિંહ દિલીપસિંહ
(૪) અ.પો.કો. અભિષેક મહીપાલ
(૫) અ.પો.કો. હિતેન્દ્રકુમાર રમણલાલ
(૬) અ.પો.કો. આશિષકુમાર કાંતિલાલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!