હિંમતનગરમાં ફોટો-વિડિયો એસોસિએશન દ્વારા “બિલ્ડિંગ અ પાવરફુલ બ્રાન્ડ” વિષય પર વર્કશોપ યોજાયો: 125થી વધુ ફોટોગ્રાફર્સ-વિડિયોગ્રાફર્સ જોડાયા

હિંમતનગર ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા સેવન રૂમ્સ એન્ડ બેન્ક્વેટ, હિંમતનગર ખાતે માર્કેટિંગ અને AI વિષય પર એક ભવ્ય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હિંમતનગર અને આસપાસના વિસ્તારના 125થી પણ વધુ ફોટોગ્રાફર્સ અને વિડીયોગ્રાફર્સ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
વર્કશોપ દરમિયાન “બિલ્ડિંગ અ પાવરફુલ બ્રાન્ડ” અંતર્ગત અમદાવાદના નિષ્ણાત દીક્ષિત પટેલ દ્વારા ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી બિઝનેસને માત્ર કામ સુધી સીમિત ન રાખતા તેને એક મજબૂત બ્રાન્ડ તરીકે કેવી રીતે સ્થાપિત કરવો તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે જ ડિજિટલ માર્કેટિંગનું મહત્વ, Meta Ads (મેટા એડ્સ) લાઈવ કેવી રીતે ચલાવવી અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ના માધ્યમથી એડ્સ અને બિઝનેસનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું તે અંગે પ્રેક્ટિકલ અને ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમનું સફળ આયોજન પ્રમુખ મૌલિક પંચોલી, ઉપપ્રમુખ હસનઅલી, મંત્રી સચિન પટેલ, સહમંત્રી બ્રિજેશ નાઈ, ખજાનચી કિશોરભાઈ પટેલ, મીડિયા કન્વીનર ધર્મેન્દ્ર સુથાર તથા સમસ્ત હિંમતનગર ફોટો-વિડિયો એસોસિએશનના કારોબારી સભ્યોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.





