હિમતનગર

છ માસથી નાસતા ફરતા આરોપીને ઇડર પોલીસે ઝડપી પાડ્યો

પ્રાણી ક્રૂરતા અધિનિયમના ગુનામાં ફરાર આરોપીની બડોલી ગામેથી ધરપકડ, ઇડર પોલીસને વધુ એક સફળતા

ઇડર પોલીસને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને વધુ એક મહત્વની સફળતા મળી છે. પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા આશરે છ માસથી ફરાર રહેલા આરોપીને ઇડર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ઇડર પોલીસ સ્ટેશન બી પાર્ટના ગુના રજીસ્ટર નં. 0169/2026 હેઠળ પ્રાણી ક્રૂરતા અધિનિયમ, 1960 તેમજ સંબંધિત કાયદાની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી રસુલભાઈ મજીદભાઈ મુલતાની (રહે. ચાંદટેકરી, અમીરે માવીયા મસ્જિદ પાસે, ભેઠોડા રોડ, મોડાસા, જિલ્લા અરવલ્લી) છેલ્લા છ માસથી નાસતો ફરતો હતો.

બાતમીના આધારે ઇડર પોલીસની ટીમે બડોલી ગામ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો શખ્સ દેખાતા પોલીસે તેને ઝડપી પાડી પૂછપરછ કરી હતી. ત્યારબાદ પોલીસ રેકોર્ડ અને ઇ-ગુજરાતકોપ એપ્લિકેશનના આધારે તેની ઓળખની ખાતરી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ તથા પોલીસ ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસે જણાવ્યું છે કે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે આગળ પણ વિશેષ અભિયાન ચાલુ રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!