હિમતનગર

પાણપુર પાટીયા વિસ્તારમાં દિકરીને ભગાડી જવા બાબતે ઝઘડો કરી હુમલો કરતાં છ વિરૂધ્ધ ફરીયાદ

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પાણપુર પાટીયા વિસ્તારમાં બે દિવસ અગાઉ એક દિકરીને ભગાડી જવા બાબતે છ જણાએ એકસંપ થઈ આવી હુમલો કરી પાંચ જણાને ઈજા પહોંચાડી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ રવિવારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.
આ અંગે પાણપુર પાટીયા વિસ્તારમાં સંજરનગરમાં રહેતા રફીકમોહમદ ઈકરામુદ્દીન મર્જાએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેઓ તથા તેમના પિતા ઈકરામુદ્દીન, કાકા ઈકબાલભાઈ મનસુરી, સાઢુ ઈકબાલભાઈ નુરભાઈ લુહાર કાર નં.જીજે.૦૯બીજે.૪૯રર લઈને ગત તા.રપ જુલાઈના રોજ પાણપુર પાટીયા વિસ્તારમાં આવેલ તવાફ્રાય પાસેથી જઈ રહયા હતા ત્યારે સલીમ નબીભાઈ લુહાર, તોસીફ મહેબુબભાઈ લુહાર, સમીર મહેબુબભાઈ લુહાર અને સદામ સલીમભાઈ લુહારે ગાડી પાસે લાકડીઓ લઈ આવીને કહયું હતું કે તમો અમારી દિકરી માહિનુરને કેમ ભગાડી ગયા છો તેમ કહી ગાળો બોલી હતી.
ત્યારબાદ ચાર સહિત મોસીન મહેબુબભાઈ લુહાર, સાહિલ જાકીરભાઈ લુહાર અને જાકીરભાઈ લુહારે આવી એકસંપ થઈને રફીકભાઈ મર્જાની કારના કાચ તોડી નુકશાન પહોંચાડયું હતું તથા તેમના ભાણા મોઈનુદ્દીન લુહારની કાર નં.જીજે.૦૧કેએફ.૩૮ર૭ના કાચ તોડી નાખી નુકશાન પહોંચાડી ગડદાપાટુનો માર મારતાં ઈકરાબુદ્દીન લુહાર, ઈકબાલ લુહાર, મોઈનુદ્દીન લુહાર, ઈકબાલ નુરભાઈ લુહાર અને અફઝલભાઈ લુહાર સહિત અન્યને ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હોવાના આક્ષેપ સાથે રફીક મુર્જાએ છ જણા વિરૂધ્ધ રવિવારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!