હિમતનગર

હાજીપુર પાટીયા પાસે નવી કાર ભરેલુ કન્ટેનર પલ્ટી જતાં ચાલકનો બચાવ સર્વિસ રોડ બંધ થઈ ગયો, ઓવરબ્રિજના ડીવાઈડરને નુકશાન થયું

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા હાજીપુર નજીક સોમવારે સવારે નવી કારનો જથ્થો લઈ જતુ કન્ટેનર ઓવરબ્રિજ પરથી સર્વિસ રોડ પર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. જેના લીધે થોડોક સમય સર્વિસ રોડ પરની અવાર જવર બંધ થઈ ગઈ હતી. તથા ઓવરબ્રિજના ડિવાઈડરને નુકસાન થયું હતું. છતાં સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ અંગેની વિગત એવી છે કે મહેસાણાના બહુચરાજીથી નવી કારો ભરીને એક ટ્રક કન્ટેનર સોમવારે સવારે હિંમતનગર થઈને અમદાવાદ જઈ રહ્યું હતું. દરમ્યાન સોમવારે વહેલી સવારથી જ હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે પડી રહેલા ઝરમર વરસાદને કારણે રોડ ભીના થઈ ગયા હતા આ જ સમયગાળા દરમ્યાન નવીન કારનો જથ્થો લઈ જઈ રહેલ કન્ટેનર અચાનક હાજીપુર પાસેના ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે ડિવાઈડર તોડીને સર્વિસ રોડ પર પડયું હતું. અકસ્માતની જાણ થતાં જ હાઇવે ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તરત જ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બંધ થયેલા સર્વિસ રોડને પુનઃ કાર્યરત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસથી પડી રહેલા ઝરમર વરસાદને કારણે રોડ, રસ્તા ભીના થઈ ગયા હોવાને કારણે ખાસ કરીને દ્રિચક્રી વાહનોનું વજન અન્ય વાહનો કરતાં ઓછું હોવાને કારણે ડામર રોડ પર તે ઝડપથી સ્લીપ થઈ જાય છે જેના લીધે વાહન ચાલકોએ દ્વિચક્રી વાહન ચલાવતી વખતે ગતિ મર્યાદાને ધ્યાનમાં રાખવી જોઈએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!