હિમતનગર

હિંમતનગર બી-ડિવિઝન પોલીસને એમ.ડી. ડ્રગ્સ કેસમાં સફળતા 4.84 ગ્રામ મેફેડ્રોન સાથે એક આરોપીની ધરપકડ, રૂ. 19,520નો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા જિલ્લા પોલીસના “Say No to Drugs” અભિયાન અંતર્ગત હિંમતનગર બી-ડિવિઝન પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે હિંમતનગર તાલુકાના માળીના છાપરિયા વિસ્તારમાં દરોડો પાડી એક વ્યક્તિ પાસેથી પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.)નો જથ્થો ઝડપી પાડ્યો હતો.

પોલીસને મળેલી ખાનગી બાતમી મુજબ મહાકાળી માતાજીના મંદિર પાસે રહેતા ગોપાલભાઈ અર્જુનભાઈ ગવારિયાના ઘરે રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીની અંગઝડતી લેતાં તેના પહેરેલા કપડામાંથી 4.84 ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ મળી આવ્યું હતું. ઉપરાંત એક મોબાઇલ ફોન અને આધાર કાર્ડ સહિત કુલ રૂ. 19,520નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્‍દ્રસિંહ યાદવ (IPS), જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) તથા વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. વસાવા અને સર્વેલન્સ સ્કોડની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!