હિમતનગર

હિંમતનગરમાં સ્વિફ્ટ કારમાં અચાનક આગ, શોર્ટ સર્કિટથી કાર સળગી ઊઠી

શહેરના તસિયા રોડ પર મધુવન વિલા નજીક મંગળવારે એક સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ કારમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઊઠી હતી.

આ કાર અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ભુપેન્દ્રસિંહ ચૌહાણની હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ફરજ પરથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ઘર નજીક જ કારમાંથી ધુમાડો નીકળતા થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

ઘટનાની જાણ થતાં હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગને કારણે કારનો મોટાભાગનો ભાગ બળી જતાં ભારે નુકસાન થયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!