હિમતનગર

હિંમતનગરમાં નવી સિવિલ સામે સ્પાની આડમાં ચાલતું દેહવ્યાપારનું રેકેટ ઝડપાયું: સાબરકાંઠા AHTU ની કાર્યવાહી

હિંમતનગર શહેરના ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલની સામેના કોમ્પ્લેક્ષમાં ચાલતા કૂટણખાનાનો સાબરકાંઠા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ની ટીમે પર્દાફાશ કર્યો છે. સ્પા સેન્ટરની આડમાં ચાલતા આ દેહવ્યાપારના ગોરખધંધા પર દરોડો પાડી પોલીસે સંચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડમી ગ્રાહક મોકલી કરી ખરાઈ

સાબરકાંઠા ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના મુજબ AHTU ઈન્ચાર્જ પી.આઈ. કે.યુ. ચૌધરી અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમીયાન હેડ કોન્સ્ટેબલ અશોકકુમાર અને અક્ષય પોલીસ કોન્સ્ટેબલ હસમukhભાઈને બાતમી મળી હતી કે નવી સિવિલ સામે આવેલા અશ્વમેઘ કોમ્પ્લેક્ષના બીજા માળે ‘પાલવ સ્પા’ નામથી સ્પા સેન્ટરની આડમાં દેહવ્યાપાર ચલાવવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે વિભાગીય પોલીસ અધિક્ષક એ.કે. પટેલની હાજરીમાં પહેલાં ડમી ગ્રાહક મોકલીને ખાતરી કરવામાં આવી હતી. બાતમી સાચી જણાતા પંચોની હાજરીમાં સ્પામાં દરોડો પાડવામાં આવ્યો હતો.

મુખ્ય આરોપીની અટકાયત

પોલીસ દરોડા દરમિયાન સ્પાની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડાઈ જતાં સંચાલક ધનવંતકુમાર હરીપ્રસાદ મિસ્ત્રી (હાલ રહે. ડૉક્ટર નગર, હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે; મૂળ રહે. ભૂતીયા, તા. ઈડર, જી. સાબરકાંઠા) ની અટકાયત કરવામાં આવી છે.

પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની વધુ તપાસ માટે તેને હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. આ સફળ કામગીરીમાં HC અશોકકુમાર, PC હસમુખભાઈ તથા WPC અંજલીકુમારી જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!