ફાયર સેફ્ટી મોકડ્રીલ યોજાઈ

મનોરમ હાઈસ્કૂલ, હિંમતનગર ખાતે વિદ્યાર્થીઓ અને શાળા પરિવારમાં આપત્તિ વ્યવસ્થાપન અને આગથી બચાવ અંગે જાગૃતિ કેળવવાના હેતુથી એક વિશેષ ફાયર સેફ્ટી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગના ચેરમેન શ્રી ધર્મરાજસિંહ દેવડા સાહેબ, ફાયર અધિકારી શ્રી ઉત્કર્ષભાઈ સાહેબ તથા શ્રી વિજયસિંહ સાહેબની વિશેષ ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. મોકડ્રીલ દરમિયાન ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આગ લાગવાની પરિસ્થિતિમાં ગભરાયા વિના સલામત રીતે બહાર કેવી રીતે નીકળવું અને ફાયર એક્સ્ટિંગ્વિશર (અગ્નિશામક યંત્ર)નો સાચો ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રાયોગિક સમજણ (ડેમોન્સ્ટ્રેશન) આપવામાં આવી હતી.
શાળાના આચાર્યશ્રી કલ્પેશભાઈ પટેલ તથા શિક્ષકશ્રીઓ ચિરાગભાઈ પંચાલ, ભરતભાઈ પટેલ, સંજયભાઈ પટેલ અને અર્પિત પંડ્યા સહિત તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ આ મોકડ્રીલમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ આપત્તિ વ્યવસ્થાપન તાલીમથી વિદ્યાર્થીઓમાં સલામતી અને જાગૃતિનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.




