હિમતનગર

હિંમતનગરના નવા ન્યાય મંદિરમાં ગણેશ મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી: જિલ્લા બાર એસોસિએશન દ્વારા ૫૦ કિલોથી વધુ લાડુના પ્રસાદનું વિતરણ

સાબરકાંઠા જિલ્લાના વડામથક હિંમતનગર ખાતે આવેલા નવનિર્મિત ન્યાય મંદિર પરિસરમાં ગણેશ મહોત્સવ નિમિત્તે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનના ઉપક્રમે કોર્ટ સંકુલમાં વકીલો, પક્ષકારો અને કોર્ટ સ્ટાફ સહિત સૌ માટે મહાપ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

હિંમતનગરમાં ગણેશ મહોત્સવની ઉજવણી સ્ટેટકાળથી જૂના ન્યાય મંદિર સાથે જોડાયેલી એક અવિરત પરંપરા રહી છે. ગત ૫ જૂનના રોજ ખુલ્લા મુકાયેલા આ નવા ન્યાય મંદિરના નિર્માણ બાદ પરિસરમાં હનુમાન દાદા અને ભૈરવ દાદાની પ્રતિમાઓની પુનઃસ્થાપના કરી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ વર્ષે ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશન દ્વારા એક દિવસીય વિશેષ પ્રસાદ વિતરણનું આયોજન હાથ ધરાયું હતું.

આ ધાર્મિક પ્રસંગે કોર્ટ સંકુલમાં ઉપસ્થિત તમામ વકીલો, પોતાના કેસ સંબંધિત કામકાજ માટે આવેલા પક્ષકારો અને ન્યાયાલયના સ્ટાફ મિત્રોને ૫૦ કિલોથી વધુ ચોખા અને શુદ્ધ ઘીમાંથી તૈયાર કરાયેલા ચૂરમાના લાડુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ શર્માએ જણાવ્યું હતું કે, “આ આયોજનનો મુખ્ય હેતુ કોર્ટ સંકુલ સાથે જોડાયેલા દરેક વર્ગના લોકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેમજ ન્યાયના ધામમાં પરસ્પર કોઈપણ પ્રકારનો કલેશ કે મનભેદ ઊભો ન થાય અને સદભાવનાનો માહોલ જળવાઈ રહે તે માટે દાદાના ચરણોમાં પ્રાર્થના કરવાનો છે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!