હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગરમાં Innovation Club, Sarathi-1 અંતર્ગત ૧૦ દિવસીય (૩૦ કલાક) યોજાયેલ વકૅશોપ

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગરમાં Innovation Club, Sarathi-1 અંતર્ગત ૧૦ દિવસીય (૩૦ કલાક) યોજાયેલ વકૅશોપના અંતિમ (દસમાં) દિવસે તા.19/02/2026ને ગુરુવારના રોજ એમ. એન. લૉ કોલેજ, અમદાવાદના ઈનચાર્જ પ્રિન્સીપાલ ડૉ. હિરેનભાઈ પટેલ તથા આઈ. એમ. નાણાંવટી લૉ કોલેજ, અમદાવાદના ઈનચાર્જ પ્રિન્સીપાલ ડૉ. એકતાબેન મહેતા ધ્વારા વ્યાખ્યાન આપવામા આવેલ. આ પ્રસંગે હિંમતનગર કેળવણી મંડળના હોદ્દેદાર શ્રી મૌનેશભાઈ શાહ ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કરેલ. કોલેજના ઈનચાર્જ પ્રિન્સીપાલ ડૉ. બિનલબેન પટેલ દ્વારા મહેમાનશ્રીનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વર્કશોપ કન્વીનર ડૉ. વૈદેહી પંડ્યા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમની આભાર વિધિ ઈનોવેશન કલબના કોર્ડીનેટર ડૉ. જયપ્રકાશ જાની દ્વારા કરવામાં આવેલ. વર્કશોપમાં સક્રિય રીતે ભાગ લેનાર 79 વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવેલ. વિદ્યાર્થીઓએ વર્કશોપ અંગે તેમના અભિપ્રાય આપી સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો. કોલેજના ડૉ. પારસબેન જોષી, શ્રી. પ્રકાશભાઈ પાઠક તેમજ અન્ય તમામ સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓના સહકારથી વર્કશોપ સફળ થયેલ.




