ગાંધીનગર

સીટી સર્વેની કચેરી કલોલ ના સીનીયર સર્વેયર અને સર્વેયર એ.સી.બી. ની ટ્રેપમાં લાંચ લેતા પકડાયા

બનાવની વિગત એવી છે કે સીટી સર્વેની કચેરી કલોલ ખાતે જમીનની નોંધ પાડવા સારૂ એક નોંધના રૂ.૫,૦૦૦/- લેખે લાંચ લેવામાં આવે છે. જે અન્વયે આજરોજ તા.૧૯/૦૨/૨૦૨૬ ના રોજ ડીકોયરશ્રી નાઓનો સહકાર મેળવી લાંચના છટકાનુ આયોજન કરતાં લાંચના છટકા દરમ્યાન આરોપી નં.૧ પંકજકુમાર ગોવિંદભાઇ પરમાર, સીનીયર સર્વેયર, સીટી સર્વે કચેરી, કલોલ, જી.ગાંધીનગર તથા આરોપી નં. ૨ રાજકુમાર હર્ષદકુમાર જયસ્વાલ ઉ.વ.૩૧, સર્વેયર, સીટી સર્વેની કચેરી, કલોલ, તા.કલોલ જી.ગાંધીનગર નાઓએ ડીકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી એક નોંધના રૂ.૫૦૦૦/- લેખે ૧૦ નોંધના કુલ રૂ.૫૦,૦૦૦/- લાંચના નાણાં ડીકોયર પાસેથી સ્વિકારી, બંને આરોપી પકડાઇ જઇ, પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂર ઉપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુક કરી, ગુનો કરેલ છે. આ સફળ ટ્રેપ કરનાર શ્રી શ્રી એચ.બી.ચાવડા ફીલ્ડ પો.ઇન્સ. એ.સી.બી. ગાંધીનગર એકમ તથા સ્ટાફને સુપરવિઝન અધિકારી શ્રી એ.કે.પરમાર મદદનીશ નિયામક ગાંધીનગર એ.સી.બી. એકમને ઇન્ચાર્જ અધિકારી  શ્રી હરેશ મેવાડા નાયબ નિયામક અમદાવાદ રેન્જના માર્ગદર્શન હેઠળ આ સફળ ટ્રેપ નું આયોજન કરવામાં આવેલ હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!