ગાંધીનગર

નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળારૂ.૪,૫૦,૦૦૦/- લાંચની રકમ લેતા ઝડપાયા

શીતલ ઠાકર,ગાંધીનગર

બનાવની વિગત એવી છે.કેઆ કામના ફરીયાદીના સાહેદના મકાનનુ પ્રોપર્ટીકાર્ડ બનાવવા સારૂ કલેક્ટર કચેરીની જમીન ફાળવણી કચેરીમાં અરજી કરતાં આરોપીઓએ ફરીયાદી પાસે પ્રોપર્ટીકાર્ડ કઢાવવા સારૂ અભિપ્રાય આપવા સારૂ અને કાગળોમાં ક્ષતિ નહી કાઢવા સારૂ આરોપી નં.૧ બિપીનચંદ્ર ખેમચંદભાઇ પરમાર, નાયબ મામલતદાર, વર્ગ-૩, જમીન ફાળવણી, કલેક્ટર કચેરી, ગાંધીનગર. ના કહેવાથી આરોપી નં.૨ દિનેશ બુધાલાલ વાળંદ (નિવૃત્ત પટાવાળા) નાએ ફરીયાદી પાસે રૂ.૯,૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. અને તે પૈકીના રૂ.૪,૫૦,૦૦૦/- લાંચની રકમ પહેલાં આપવા જણાવેલ. જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં આજ રોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારી, બંને આરોપીઓ સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનાહીત ગેરવર્તણુક કરી ગુનો કરેલ છે. આ બનાવમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર ટ્રેપીંગ ઓફીસરશ્રી કે.કે.દેસાઇ ફીલ્ડ પો.ઇન્સ. એ.સી.બી. ગાંધીનગર એકમને સુપર વિઝન અધિકારીશ્રી શ્રી એ.કે.પરમાર મદદનીશ નિયામક ગાંધીનગર એ.સી.બી. એકમ ઇન્ચાર્જ અધિકારી શ્રી હરેશ મેવાડા,નાયબ નિયામક,અમદાવાદ દ્વારા એ.સી.બી.ની સફળ ટ્રેપ કરી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!