સાબરકાંઠા

અમદાવાદ શહેરના ગુજરાત યુનીવર્સીટી પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, વિરેન્દ્રસિંહ યાદવ IPS સાહેબ ગાધીનગર વિભાગ ગાધીનગર તથા સાબરકાઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ IPS સાહેબ નાઓએ સાબરકાઠા જીલ્લામા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધીકારીશ્રી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ એમ.ડી.ચૌહાણ તથા પોલીસ સ્ટાફના માણસો આ દીશામા સતત વોચ અને તપાસ માં કાર્યરત  હતા.તા.૨૧/૧૨/૨૦૨૫ ના રોજ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા  પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા ત્યારે હિમતનગર મહેતાપુરા સર્કલ પાસે આવતા અ.હેડ.કો રાકેશકુમાર વિનુભાઇ નાઓને બાતમી હકીકત મળેલ કે અમદાવાદ શહેરના ગુજરાત  યુનીવર્સીટી ર્પોલીસ સ્ટેશન ના ગુ.ર.નિં.૧૧૧૯૧૦૧૭૨૫૦૧૯૫/૨૦૨૫ બી.એન.એસ કલમ ૧૧૮(૨) ,૨૯૬(બી),૩૫૧ (૩),૧૨૬(૨),૫૪ તથા જી.પી.એક્ટ કલમ.૧૩૫(૧) મુજબના ગુન્હાના કામનો આરોપી નાસીરખાન સ/ઓ અમીરખાન પઠાણ રહે,સ્ટ્રીટનંબર-.૦૮ મેમણ કોલોની,પોલોગ્રાઉંડ હિંમતનગર જી.સાબરકાઠા નાનો હિંમતનગર મહેતાપુરા કે.જી.એન પાસે રોડ ઉપર ઉભો છે.જે હકીકત આધારેના આરોપી નાસીરખાન ને કોર્ડન કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. અમદાવાદ શહેરના ગુજરાત યુનીવર્સીટી પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામા નાસતા ફરતા આરોપીને પકડવામાં  હિંમતનગર બી ડીવીઝન ના અ.હેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઇ, અ.હેડ.કોન્સ રાકેશકુમાર વિનુભાઇ, અ.પો.કો ધરમવીરસિંહ દિલીપસિંહ, અ.પો.કો હિતેષકુમાર રમણભાઇ તેમજ આ.પો.કો કીર્તીરાજસિહ કીરીટસિંહ બહાદુરી બતાવી આરોપી પકડી પાડવામાં યોગદાન આપ્યું હતું..   શીતલ ઠાકર ગાધીનગર

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!