ઈડર ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ અને અંધજન મંડળ વસ્ત્રાપુરના સંયુક્ત ઉપક્રમે ‘ચક્ષુદાન જનજાગૃતિ કાર્યક્રમ’ યોજાયો

ઈડર ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ અને અંધજન મંડળ વસ્ત્રાપુરના સંયુક્ત ઉપક્રમે ‘ચક્ષુદાન જનજાગૃતિ કાર્યક્રમ’ યોજાયો
ઈડર, ૨૩ ડિસેમ્બર ૨૦૨૫: રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા અને અંધજન મંડળ વસ્ત્રાપુરના સંયુક્ત ઉપક્રમે તથા પ્રો. ભાસ્કર મહેતાના માર્ગદર્શન હેઠળ આજરોજ ઈડરના ભાસ્કર ભવન ખાતે ‘ચક્ષુદાન જનજાગૃતિ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થઈ હતી. સંસ્થાના પ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે જનરલ સેક્રેટરી શ્રી સંદીપ કે. રામીએ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કર્યું હતું. ઉપપ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન મહેતાએ ચક્ષુદાનનું મહત્વ સમજાવી સંસ્થાના કાર્યો વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે લંડનથી પધારેલા મુખ્ય મહેમાનો ભાવિનભાઈ પટેલ, કોમલબેન પટેલ, ઝરમરબેન ત્રિપાઠી અને કૌશલકુમાર ત્રિપાઠી તેમજ અંધજન મંડળ વસ્ત્રાપુરના શ્રી શૈલેન્દ્રભાઈ આર્ય અને તેમના અન્ય પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી ઝરમરબેન ત્રિપાઠીએ દિવ્યાંગોના જીવન ઉત્કર્ષ અંગે વાત કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. પૂર્વેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠાના હોદ્દેદારો અને કારોબારી સભ્યો તેમજ આંજણા પાટીદાર કોલેજ અને પી.એમ. પટેલ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંતમાં ઉપપ્રમુખ શ્રી લલિતભાઈ રામીએ આભારવિધિ કરી હતી. શીતલ ઠાકર ગાંધીનગર




