તલોદ

સાબરકાંઠા SOGનો મોટો ડ્રગ્સનો પર્દાફાશ: 79 ગ્રામ એમ.ડી. સાથે એક આરોપી ઝડપાયો, ₹5.42 લાખનો મુદ્દામાલ જપ્ત

ગુજરાત સરકાર દ્વારા નશાખોરી અને નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને મહત્વની સફળતા મળી છે. તલોદ પોલીસ મથક વિસ્તારેથી 79 ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) સાથે એક આરોપીની ધરપકડ કરી કુલ ₹5.42 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ખાનગી બાતમીના આધારે SOGની ટીમે તલોદ ટી.આર. ચોકડીથી પોયડા ગામ બસ સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન GJ-02-CA-3866 નંબરની મારુતિ સ્વિફ્ટ કારને અટકાવી તપાસ કરતા આરોપી પાસેથી 79 ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.), એક મોબાઇલ ફોન અને કાર મળી આવી હતી. પોલીસે ડ્રગ્સ સહિત કુલ ₹5,42,000નો મુદ્દામાલ કબજે લીધો હતો.

પકડાયેલા આરોપીની ઓળખ લાલજીભાઈ નાથુભાઈ ચૌધરી, રહે. ડભાડ, તા. ખેરાલુ, જિ. મહેસાણા તરીકે થઈ છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળા અને PSI કે.યુ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ SOG તથા નાર્કોટિક્સ સેલની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે નાર્કોટિક્સ સંબંધિત કોઈપણ માહિતી મળે તો પોલીસ કંટ્રોલ રૂમ અથવા નાર્કોટિક્સ હેલ્પલાઇન પર જાણ કરે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!