તલોદ

પુંસરીમાં ત્રાસ અપાતાં એક યુવાને ગળાફાંસો ખાધ્યો સાત વિરૂધ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ, ચારની અટકાયત

તલોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પુંસરી અને ભરડીયા ગામના એક યુવાને થોડાક સમય અગાઉ એક યુવતી સાથે ભાગીને રજીસ્ટર લગ્ન કર્યા હતા જેથી પુંસરી ગામના સાત જણાએ અવાર નવાર લગ્ન કરનાર યુવાનને અમારી સબંધીની દિકરીને પરત આપી દો તેમ કહી માનસિક ત્રાસ આપી યુવાન વિરૂધ્ધ ખોટી હકિકતો વાળી અરજી કરી પરેશાન કરતાં કંટાળીને આ યુવાને ત્રણેક મહિના અગાઉ ગળાફાંસો ખાઈ મોતને વ્હાલુ કરી દીધુ હતું જે અંગે મુળ તલોદ તાલુકાના પુંસરી ગામના અને હાલ હિંમતનગરના સહકારી જીન રોડ પર રહેતા એક રહીશે શુક્રવારે સાત જણા વિરૂધ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં તલોદ પોલીસે ચાર જણાની અટકાયત કરી હતી.
આ અંગે હિંમતનગરની રાજતીર્થ સોસાયટીમાં રહેતા રાઘવ ડાહ્યાભાઈ પટેલે નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ દિપક ડાહ્યાભાઈ પટેલના દિકરા અવીએ થોડાક સમય અગાઉ જીનલબેન નામની યુવતી સાથે ભાગીને રજીસ્ટર લગ્ન કરી લીધા હતા જેના લીધે પુંસરી ગામે રહેતા સંજય અમૃતભાઈ પટેલ, દિનેશ પૂંજાભાઈ પટેલ, કમલેશ ભીખાભાઈ પટેલ, જોન્સન કમલેશભાઈ પટેલ, અનસુયાબેન રાજેશભાઈ પટેલ, દિગ્નેશ શાન્તીલાલ પટેલ, સોનલબેન સંજયભાઈ પટેલએ દિપક પટેલને અવાર નવાર કહેતા હતા કે અમારી સબંધીની દિકરી જીનલને પરત આપી દો તેમ કહી ખોટી ધમકીઓ આપી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
જેથી કંટાળીને દિપક ડાહ્યાભાઈ પટેલે ગત તા.૧પ ફેબ્રુઆરીથી ર૧ મેના સમયગાળા દરમ્યાન પુંસરી ગામે તથા ભરડીયા ગામની સીમમાં માનસિક ત્રાસ સહન ન થતાં ગળાફાંસો ખાઈ લીધો હતો જે અંગેની ફરીયાદ શુક્રવારે રાઘવ પટેલે તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પોલીસે તપાસને અંતે દિનેશ પટેલ, કમલેશ પટેલ, દિગ્નેશ પટેલને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે તલોદ પોલીસે સંજય પટેલ, જોન્સન પટેલ, અસુયાબેન પટેલ અને સોનલ પટેલની શુક્રવારે અટકાયત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!