સાબરકાંઠા

તલોદના જશાજીની મુવાડી ગામે ખેતરની ઓરડીમાંથી રૂ.૫.૫૩ લાખનો દારૂ ઝડપાયો એલસીબીએ બે શખ્સો સામે ગુનો નોંધી રૂ.૫.૮૯ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

સાબરકાંઠા એલસીબીએ શુક્રવારે બાતમીના આધારે તલોદ તાલુકાના જશાજીની મુવાડી ગામની સીમમાં આવેલી એક ઓરડી તથા મકાનમાં દરોડા પાડી અંદાજે રૂ.૫,૫૩,૧૪૦ની કિંમતનો ૧૮૧૧થી વધુ દારૂ અને બીયરની બોટલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ગેરકાયદે દારૂનો સંગ્રહ અને વેચાણ કરવા બદલ બે શખ્સો વિરુદ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કુલ રૂ.૫,૮૯,૬૧૩નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા, પીએસઆઈ આર.કે.જોષી તથા સ્ટાફ શુક્રવારે તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે જશાજીની મુવાડી ગામે રહેતા ભારતસિંહ ઝાલા અને રાજદીપસિંહ ઝાલા પોતાના ઘરે તેમજ ખેતરની ઓરડીમાં પરમીટ વિના દારૂ અને બીયરનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરે છે.

બાતમીના આધારે એલસીબીની ટીમે તરત જ જશાજીની મુવાડી ગામે પહોંચી બંને સ્થળોએ દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન બંનેના ઘરમાંથી રૂ.૨૬,૪૭૩ની કિંમતની ૪૩ દારૂ અને બીયરની બોટલો મળી આવી હતી. ત્યારબાદ પોલીસે ગામના તળાવ વિસ્તાર તથા આસપાસના ખેતરોમાં આવેલી ઓરડીઓમાં તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ભારતસિંહ જેઠુસિંહ ઝાલાની માલિકીની બોરીયા બેચરાજી ગામની સીમમાં આવેલી ઓરડીમાંથી અંદાજે રૂ.૫,૫૩,૧૪૦ની કિંમતનો ૧૮૧૧ દારૂ અને બીયરની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત સ્થળ પરથી રૂ.૧૦ હજારની કિંમતનું ચાલુ હાલતમાં ફ્રીઝ પણ મળી આવ્યું હતું.

પોલીસે કુલ રૂ.૫,૮૯,૬૧૩નો મુદ્દામાલ કબ્જે લઈ ગેરકાયદે દારૂનો સંગ્રહ અને વેચાણ કરવાના ગુનામાં ભારતસિંહ ઝાલા અને રાજદીપસિંહ ભારતસિંહ ઝાલા (રહે. જશાજીની મુવાડી, તા. તલોદ) વિરુદ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!