હિંમતનગરમાં બે વર્ષથી નાસતો-ફરતો દારૂના ગુનાનો આરોપી ઝડપાયો: સાબરકાંઠા LCB પોલીસની સફળ કામગીરી

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના અનુસાર, જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. હિંમતનગર એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપીને LCBની ટીમે મોતીપુરા એસ.ટી. ડેપો પાસેથી ઝડપી પાડ્યો છે.
ગુપ્ત બાતમીના આધારે વોચ ગોઠવી પકડ્યો
LCB પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. આર.કે. જોષી અને તેમની ટીમ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન અ.હે.કો. જશુભાઈ અને અ.હે.કો. ચિરાગકુમારને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, હિંમતનગર એ. ડિવિઝન પો.સ્ટે.ના વર્ષ ૨૦૨૪ ના પ્રોહિબિશન ગુનામાં (ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૬૨૩૦૮૮૬/૨૦૨૪) સંડોવાયેલ આરોપી શૈલેષકુમાર સોમાજી ગામેતી (રહે. કણબઇ વડઘરા, તા. નયાંગાવ, જી. ઉદેપુર, રાજસ્થાન) મોતીપુરા એસ.ટી. ડેપોની પાછળ ઇકો ગાડીના સ્ટેન્ડ પાસે ઉભેલો છે.બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને ઘેરાબંધી કરી મુંડન કરાવેલ વર્ણનવાળા ઇસમને ઝડપી લીધો હતો.
ઇ-ગુજકોપ પોકેટકોપ સર્ચથી ગુનાની પુષ્ટિ થઈ
પોલીસે પકડેલા ઇસમની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ શૈલેષકુમાર સોમાજી ગામેતી (ઉં.વ. ૩૮) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઇ-ગુજકોપ (PoP) મોબાઇલ એપમાં સર્ચ કરતા તે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપી હોવાનું ખુલવા પામ્યું હતું.પોલીસે આરોપી સામે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS) કલમ ૩૫(૧)(જે) મુજબ કાર્યવાહી કરી, તા. ૧૮/૦૯/૨૦૨૬ ના રોજ સાંજે ૧૮:૦૦ વાગે આગળની કાનૂની કાર્યવાહી અર્થે હિંમતનગર એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો છે.
કામગીરી કરનાર પોલીસ ટીમ:
આ સફળ કામગીરીમાં LCB PI ડી.સી. સાકરીયા, PSI આર.કે. જોષી, ASI વિનોદભાઇ, અ.હે.કો. જશુભાઇ, અ.હે.કો. ચિરાગકુમાર, અ.પો.કો. પ્રહર્ષકુમાર, આ.પો.કો. રાજેન્દ્રકુમાર તથા આ.પો.કો. કનકસિંહ જોડાયા હતા.




