સાબરકાંઠા

દારૂના ગુનામાં ફરાર શખ્સ હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે ઝડપાયો

શીતલ ઠાકર,ગાંધીનગર

સાબરકાંઠા જિલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ અને લાંબા સમયથી ફરાર રહેલો શખ્સ અંતે પોલીસના હાથે ઝડપાયો છે. વિજયનગર પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલા દારૂની હેરાફેરી સહિતના ગુનાઓમાં સંડોવાયેલ આરોપી પોલીસથી બચતો ફરતો હતો.

મળતી માહિતી મુજબ, અમદાવાદના છારાનગર અચેરમાં રહેતા રતન લક્ષ્મણભાઈ જાડેજા નામના આરોપી અંગે પોલીસ દ્વારા સતત શોધખોળ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન સોમવારે બાતમી મળી કે આરોપી હિંમતનગર બસ સ્ટેન્ડ નજીક હાજર છે.

બાતમીના આધારે હિંમતનગર બી-ડીવીઝનના પીએસઆઈ આર.એલ. દેસાઈ તથા તેમની ટીમે તાત્કાલિક કામગીરી કરી બસ સ્ટેન્ડ આગળથી આરોપીને ઝડપી લીધો હતો. ત્યારબાદ વધુ તપાસ માટે તેને વિજયનગર પોલીસને સોંપવામાં આવ્યો છે.

પોલીસની આ કામગીરીથી ફરાર આરોપીઓમાં દહેશત ફેલાઈ છે અને કાયદાથી બચવું મુશ્કેલ હોવાનું સ્પષ્ટ થયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!