સાબરકાંઠા

ચોમાસાની વિદાય ટાણે સાબરકાંઠામાં વાતાવરણમાં પલ્ટો: વડાલીમાં દોઢ ઈંચ વરસાદ, અંબાજી જતા પદયાત્રીઓ મુશ્કેલીમાં

સાબરકાંઠા જિલ્લામાંથી ચોમાસું હવે વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે સોમવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વડાલી પંથકમાં વાવાઝોડા સાથે દોઢ ઈંચ (૩૧ મીમી) વરસાદ નોંધાયો હતો, જ્યારે ખેડબ્રહ્માના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. અચાનક શરૂ થયેલા આ વરસાદના કારણે ભાદરવી પૂનમ નિમિત્તે હિંમતનગર થઈ અંબાજી તરફ જઈ રહેલા પદયાત્રીઓ માટે ભારે આફત સર્જાઈ હતી.

ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે દિવસ દરમિયાન ભાદરવાની અસહ્ય ગરમીના કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા હતા. આ કાળઝાળ ગરમી વચ્ચે પણ પદયાત્રીઓ રથ સાથે ‘જય અંબે’ના નારા લગાવતા આગળ વધી રહ્યા હતા. દરમિયાન બપોરે ૨ થી ૪ વાગ્યાના સમયગાળામાં વાતાવરણ બદલાતાં વડાલી અને ખેડબ્રહ્મા (૩ મીમી) વિસ્તારમાં પવન અને વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેથી પદયાત્રીઓએ બચવા અને આશરો મેળવવા નજીકના સુરક્ષિત સ્થળો તરફ દોડધામ કરવી પડી હતી.

બીજી તરફ, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને ઈડર સહિતના અન્ય વિસ્તારોમાં પણ બપોર પછી આકાશ વાદળછાયું બની ગયું હતું, પરંતુ ત્યાં વરસાદ નોંધાયો ન હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!