તલોદ
ટીઆર ચોકડી પાસે જાહેરનામાનો ભંગ કરતાં રીક્ષા ચાલક પકડાયો

તલોદની ટીઆર ચોકડી પાસેથી મંગળવારે પસાર થઈ રહેલ રીક્ષા નં.જીજે.૦રવાયવાય.ર૯૯રના ચાલક અને મુધાસણા ગામના કિશન લક્ષ્મણસિંહ રાઠોડે પોતાની રીક્ષા ગફલતભરી રીતે હંકારી લાવી પોતાની તથા રાહદારીઓની જીંદગી જોખમાય તે રીતે હંકારી પકડાઈ જતાં તલોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ દિલીપ વીસાજીએ રીક્ષા ચાલક વિરૂધ્ધ જાહેરનામાના ભંગ બદલ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.




