હિમતનગર

મહોરમ નિમિત્તે હિંમતનગરમાં શાંતિપૂર્ણ જુલુસ, સખ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાજીયા નીકળ્યા

હિંમતનગર : મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર મહોરમ નિમિત્તે શુક્રવારે હિંમતનગર શહેર સહિત ઈડર અને જિલ્લાના અન્ય વિસ્તારોમાં પરંપરાગત રીતે તાજીયાના જુલુસ નીકળ્યા હતા. હિંમતનગરના છાપરીયા, હાજીપુરા સહિત વિવિધ મુસ્લિમ વિસ્તારોમાંથી તાજીયા સાથે શ્રદ્ધાભેર જુલુસ નીકળ્યો હતો.

જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા સખ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસવડાએ પણ રૂબરૂ સ્થળ મુલાકાત લઈને બંદોબસ્તની સમીક્ષા કરી હતી અને સમગ્ર વ્યવસ્થાની માહિતી મેળવી હતી. પોલીસ અને વહીવટી તંત્રની સતર્ક કામગીરી તેમજ સમાજના આગેવાનોના સહકારથી મહોરમનો જુલુસ સંપૂર્ણ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!