હિમતનગર

હિંમતનગર એ-ડિવિઝન પોલીસે સજા વોરંટના આરોપીને ઝડપી પાડ્યો

સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સજા વોરંટના આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ હેઠળ હિંમતનગર એ-ડિવિઝન પોલીસે વધુ એક સફળતા મેળવી છે.

પોલીસે મળેલી બાતમીના આધારે ત્રીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, હિંમતનગરની કોર્ટના ફોજદારી કેસ નં. 9554/2024માં સજા વોરંટથી વોન્ટેડ આરોપી ઇન્દ્રસિંહ અમરસિંહ પરમાર, રહે. હડિયોલ, તા. હિંમતનગર, જિ. સાબરકાંઠાને છાપરિયા ચાર રસ્તા વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરી નામદાર પોલીસ મહાનિરીક્ષકશ્રી તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS)ના માર્ગદર્શન હેઠળ, નાયબ પોલીસ અધિક્ષક હિંમતનગર વિભાગના માર્ગદર્શન મુજબ હિંમતનગર એ-ડિવિઝન પોલીસ અને સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા કરવામાં આવી હતી.

આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી. વ્યાસના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!