ઇડર

ઇડરમાં અનોખું સામાજિક પરિવર્તન: સતત બીજા વર્ષે ઇડર શહેરમાં વર્ષો જૂની ઝુલુસની પરંપરા તૂટી

આસ્થા અને ગમગીનીના માહોલ વચ્ચે સાદગીપૂર્ણ રીતે મહોરમ પર્વ ની ઉજવણી

સત્ય, ન્યાય અને માનવતાના રક્ષણ કાજે કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસેન અને તેમના ૭૨ જાનીસાર સાથીઓએ વ્હોરેલી મહાન શહાદતની યાદમાં સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક ઇડર શહેરમાં આસ્થા અને ગમગીની સાથે મહોરમ પર્વની મનાવવામાં આવ્યો હતો.ગયા વર્ષે ઇડર કસ્બા સમાજે ધર્મગુરુઓ સાથે ઊંડા ચિંતનના અંતે વર્ષો જૂની પરંપરાને કોરાણે મૂકવાનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. ઇડરમાં વર્ષોથી જુમ્મા મસ્જિદથી નીકળીને ટાવર થઈ છેક સુરપુર ગામ સુધી જતું પરંપરાગત ઝુલુસ સતત બીજા વર્ષે પણ નીકળ્યું ન હતું.

આ વખતે હુસેની ચોકમાં રોજ શોહદા-એ-કરબલાની યાદમાં થતા બયાનો (ધાર્મિક પ્રવચનો) પણ કરવામાં આવ્યાં હતાં. આ વર્ષે તૈયાર કરાયેલા કલાત્મક તાજિયાએ હુબહુ ઇમામ હુસૈન (રદ.)ના મુક્કદસ રોઝા ની યાદ તાજી કરી દીધી છે, જે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બન્યા હતાં.આ મોહરમ પર્વ નિમિત્તે ઇડરના મુસ્લિમ વિસ્તારોમાં પાણી, ઠંડા પીણા સહિત પ્રસાદની વહેચણી કરવામાં આવી હતી.

કતલની રાતે વર્તમાન ધારાસભ્ય રમણલાલ વોરા સહિત ઈડર નગરપાલિકાના કોર્પોરેટરો સહિત સર્વ સમાજના આગેવાનો, અગ્રણીઓ હાજરી આપી હતી. ઇડર કસ્બા સમાજના આગેવાનોએ આ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!