ઇડર

સાબરકાંઠામાં વડાલીના કેશરગંજ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ‘એક પેડ માઁ કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ ગામની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે ગ્રામીણ જનજીવનસાદગી અને પર્યાવરણ ચેતનાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.હાલની પરિસ્થિતિ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને ધ્યાને રાખીને રાજ્યપાલશ્રી કોઈ પણ પ્રકારના મોટા કાફલા વિના આકરી ગરમીમાં એસ.ટી. બસમાં સામાન્ય મુસાફરની જેમ મુસાફરી કરીને ગાંધીનગરથી કેશરગંજ ખાતે પધાર્યા હતાજે તેમના પ્રેરણાદાયી સાદગીપૂર્ણ અભિગમનો પરિચય કરાવે છે. ગામના મુખ્ય ચોક ખાતે આવી રાજ્યપાલશ્રી સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે જોડાયા હતા.રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને સ્વચ્છતાને જનઆંદોલન બનાવવા અંગે પ્રેરણાદાયી સંબોધન કરતા જણાવ્યું હતું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી  સ્વચ્છતાનો સંદેશ ગામે ગામ પહોંચી રહ્યો છે. તેમણે ઉમેર્યું કેસ્વચ્છતા એ તંદુરસ્ત અને ગૌરવશાળી સમાજના નિર્માણ માટેની આપણી નૈતિક ફરજ છે. દરેક નાગરિક જ્યારે પોતાના ઘરની સાથે પોતાના ગામને પણ સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરશેત્યારે જ મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને આપણે સાચા અર્થમાં સાકાર કરી શકીશું.

 

આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવાના ઉદ્દેશ્ય સાથે એક પેડ માઁ કે નામ‘ અભિયાન અંતર્ગત કેશરગંજ ગૌચર ભૂમિ ખાતે ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું હતું. રાજ્યપાલશ્રીની આ પર્યાવરણ ચેતનાથી પ્રેરાઈને ગામના આશરે ૨૦૦ જેટલા સ્થાનિક નાગરિકો પણ આ વૃક્ષારોપણ અભિયાનમાં ઉત્સાહભેર જોડાયા હતા.

સાદગી અને ઉચ્ચ વિચારોનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા રાજ્યપાલશ્રીએ રાત્રિના સમયે ગામના જ અનુસૂચિત જાતિ પરિવારના પ્રગતિશીલ ખેડૂતશ્રી વણકર લવજીભાઈ લખાભાઇના નિવાસસ્થાને સાદું રાત્રિભોજન લીધું હતું. રાજ્યપાલશ્રીને પરિવારજનો દ્વારા દુધીનું શાક દાળરોટલીસલાડ અને શીરાનું ભોજન પીરસવામાં આવ્યું હતું. ભોજન દરમ્યાન રાજ્યપાલશ્રીએ પરિવારજનો સાથે વડીલ સહજ સંવાદ પણ કર્યો હતો  તેમજ પરિવારના બાળકોને ભણી ગણીને  શિક્ષિત બનવા પ્રેરણા આપી હતી.

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રીનાબેન પટેલધારાસભ્યશ્રી રમણભાઈ વોરાકલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુજિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ. પી. પટેલ સહિત પદાધિકારીશ્રીઓઅધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!