ઇડર
ઈડર રાણી તળાવ પાસે સ્કોર્પિયો કાર ધડાકાભેર સળગી, ટી-સ્ટોલ આગમાં ખાખ

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠાના ઈડર ખાતે રાણી તળાવ નજીક ઈડર-અંબાજી સ્ટેટ હાઇવે પર સ્કોર્પિયો કારનો અકસ્માત સર્જાયા બાદ કાર આગની લપેટમાં આવી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ સાઈડ આવેલ ટી-સ્ટોલમાં ઘૂસી ગઈ હતી.
અકસ્માત બાદ કારમાં આગ લાગી જતા ટી-સ્ટોલ પણ આગમાં ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
સદનસીબે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.





