ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમતા પાંચ ઝડપાયા, રૂ.૧૩,૮૨૦નો મુદ્દામાલ કબજે
બારેલા તળાવ પાસે પત્તાના જુગારનો પર્દાફાશ, એક આરોપી ફરાર

ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે પ્રોહિબિશન વોચ અને પેટ્રોલિંગ દરમિયાન પત્તાના હાર-જીતના જુગારનો ભાંડાફોડ કરી પાંચ ઇસમોની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ) અને પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ (સાબરકાંઠા-હિંમતનગર) તથા નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ (ઇડર વિભાગ)ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.ચૌધરીના નેતૃત્વમાં ટીમે આ કામગીરી પાર પાડી હતી.
પોલીસને બાતમી મળી હતી કે ઇડર ખાતે બારેલા તળાવ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પૈસાના હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે પંચો સાથે ઘટનાસ્થળે દરોડો પાડી કુંડાળું વાળીને ગંજીપાનાથી જુગાર રમી રહેલા ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલ મુદ્દામાલ
દરોડા દરમિયાન જુગારના દાવ પરની જુદી જુદી ચલણી નોટો મળી કુલ રૂ.૧૩,૮૨૦, ગંજીપાનાના ૧૦૪ નંગ તથા પાથરણું મળી કુલ રૂ.૧૩,૮૨૦ કિંમતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓ:
૧. પપ્પુભાઇ રોમાભાઇ વણઝારા (ઉ.વ.૨૮, ભાટીયામીલ, તા.ઇડર)
૨. રોહિતકુમાર રમેશભાઇ મારવાડી (ઉ.વ.૨૦, ભાટીયામીલ, તા.ઇડર)
૩. અર્જુનભાઇ ધીરાભાઇ ગવારીયા (ઉ.વ.૨૮, ગંભીરપુરા, તા.ઇડર)
૪. રવિભાઇ કાળુભાઇ વણઝારા (ઉ.વ.૨૨, બારેલા તળાવ, તા.ઇડર)
૫. અલ્પેશભાઇ અમરતભાઇ ભીલ (ઉ.વ.૩૬, ભીલવાસ, તા.ઇડર)
ફરાર આરોપી: રાજુભાઇ બાબુભાઇ ભગોરા (ભાટીયામીલ, બારેલા તળાવ, તા.ઇડર) — જેની શોધખોળ પોલીસ કરી રહી છે.
આ તમામ આરોપીઓ વિરુદ્ધ ઇડર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ-૧૨ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કામગીરી કરનાર ટીમ: પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એસ.રાઓલ સહિત સ્ટાફના જયદીપસિંહ નરેન્દ્રસિંહ, હરેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ, જયરાજસિંહ કેશરીસિંહ, અજયસિંહ પ્રહલાદસિંહ, હાર્દિકકુમાર લાલજીભાઇ અને જયેશકુમાર રઘુભાઇનો સમાવેશ થાય છે.




