ઇડર

પ્રસુતિ દરમિયાન બેદરકારીથી નવજાતના મોતનો આક્ષેપ : ખરેખર સત્ય ધટના શું બની હતી

ઈડર તાલુકાના સાપાવાડા ગામના રહેવાસી દક્ષાબેન દેવેન્દ્રભાઈ વણકરને તા. 11/05/2024ના રોજ પ્રસુતિનાઓને પ્રસુતિ નો દુખાવો ઉપાડતા 108 દ્વારા સાંજના 5:45 થી 6 :00 વાગે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલ હતા જ્યાં હાજર ડોક્ટર ગજેન્દ્ર ગઢવી દ્વારા દર્દીની તપાસણી કરીને દર્દીને પ્રસુતિનો અસહ્ય દુખાવો હતો તેથી જરૂરી લેબોરેટરી કરાવીને માતા અને બાળકનો જીવ બચાવવા માટે પ્રસુતિ રોડ ઉપર ના થાય તે માટે જનરલ હોસ્પિટલ ઈડર ખાતે દાખલ કરેલ હતા ડોક્ટર ગજેન્દ્ર ગઢવી ની ફરજ નો સમય રાત્રિના 8:00 વાગે પૂરી થતી હતી પરંતુ ડોક્ટર અમુલ વર્મા રાત્રિના ફરજ પર 8 46 વાગે એટલે કે 46 મિનિટ મોડા આવેલા હતા એ વખતે ડોક્ટર ગજેન્દ્ર ગઢવી ત્યાં હાજર જ હતા અને ડોક્ટર વર્મા ના આવ્યા બાદ ડોક્ટર ગજેન્દ્ર ગઢવી દ્વારા ફરજ પર આવેલા ડોક્ટર વર્મા ને આ દર્દી વિશેની સમજણ આપીને ફરજ પરથી મુક્ત થયેલા હતા અને આ પ્રસુતિ રાત્રિના 8 50 વાગે સિવિલમાં ડોક્ટર અમુલ વર્મા દ્વારા 27 મિનિટ ડીલેવરી રૂમમાં રોકાઈને પ્રસુતિ કરાવેલી હતી પરંતુ ડોક્ટર અમુલ વર્મા દ્વારા બાળકના ગળામાં ગર્ભનાળ વિંટળાયેલી હતી એ ગર્ભનાળ પ્રસુતિ પહેલા જ કાપી નાખેલ હતી જેનાથી બાળકનું ઓક્સિજન તેમજ બ્લડ સપ્લાય બંધ થઈ ગયેલ હતો ખરેખર આ ગર્ભનાળ સંપૂર્ણ ડીલેવરી થયા પછી એટલે કે માથું બહાર આવ્યા પછી કાપવાની થતી હોય છે પરંતુ આ ગર્ભ નાળ માથું બહાર આવતા પહેલા જ ફરજ પર ના ડોક્ટર દ્વારા કાપી અથવા કપાવી નખાવેલ હતી જેનાથી બાળકનું મૃત્યુ થયેલ છે
ઉપરોક્ત વિગતો પરિવારજનોના આક્ષેપો પર આધારિત છે. તબીબી બેદરકારી થઈ કે નહીં તે બાબતનો નિર્ણય સત્તાવાર તપાસ, મેડિકલ રેકોર્ડ અને નિષ્ણાતોના અભિપ્રાય બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!