હિંમતનગર બી ડીવીઝન પોલીસની મોટી સફળતા
માત્ર ૧૦ દિવસમાં જ બજાજ પલ્સર બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો, રાજસ્થાનનો શાતિર ચોર મુદ્દામાલ સાથે ઝડપાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દસ દિવસ પહેલાં થયેલ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ આઈપીએસની સૂચના તથા પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન અ.હેડ.કોન્સ રાકેશકુમાર વિષ્ણુભાઈ અને અ.પો.કો હિતેષકુમાર રમણભાઈને ખાનગી બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે ચોરીની બજાજ પલ્સર મોટરસાયકલ સાથે એક શંકાસ્પદ ઈસમ ધાણધા ફાટક તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી કરતાં શંકાસ્પદ ઈસમને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
પકડાયેલા આરોપીની ઓળખ પપ્પુ મેવારામ ગુર્જર (ઉં.વ.૧૯) તરીકે થઈ છે. આરોપી હાલ ધાણાધા જી.આઈ.ડી.સી. ખાતે મોન્ટેજ કંપની સામે રહે છે અને મૂળ રાજસ્થાન રાજ્યના ભીલવાડા જિલ્લાના કરેડા તાલુકાના કમેરી ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન આરોપીએ મોટરસાયકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીની પાસેથી રૂ.૩૦,૦૦૦/- કિંમતની બજાજ પલ્સર મોટરસાયકલ (નંબર GJ-31-AB-6858) કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિકવર કરાયેલ મુદ્દામાલ:
* બજાજ પલ્સર મોટરસાયકલ નંબર GJ-31-AB-6858
કિંમત રૂ.૩૦,૦૦૦/-
કાર્યવાહી કરનાર પોલીસ ટીમ:
* શ્રી આર.એલ.દેસાઈ (પોલીસ સબ ઈન્સ્પેક્ટર)
* અ.હેડ.કોન્સ રાકેશકુમાર વિષ્ણુભાઈ
* અ.પો.કો હિતેષકુમાર રમણભાઈ
* અ.પો.કો અભિષેક મહીજીભાઈ
* અ.પો.કો આશિષકુમાર કાન્તીભાઈ
* અ.પો.કો બ્રિજેશકુમાર મહેશભાઈ




